ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક બિસ્માર રસ્તાથી ત્રસ્ત લોકોએ ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 86.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 120.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 42;

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 1;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 121.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 42;zeissColor: bright;

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (200, 0);aec_lux: 112.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 32;
બિસ્માર રસ્તો ને ઉપરથી ધુળ ઉડતા બેવડી સમસ્યાથી વ્યથિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા- સ્થાનિક પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ધોરીમાર્ગ વર્ષો વિતવા છતાં કેમ લોકોને સક્ષમ સુવિધા આપવામાં નિષ્ફળ?
ઝઘડિયા તા.૨૫ જાન્યુઆરી ‘૨૬
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયાને વર્ષો વિતવા છતાં હજુ માર્ગ સાચા અર્થમાં લોકો માટે સુવિધાજનક નથી બની શક્યો ! ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા જેવા ધંધાકીય મથકોની ચોકડીઓ પરથી આ ધોરીમાર્ગ પસાર થાય છે. લાંબા સમયથી ધોરીમાર્ગ વારંવાર બિસ્માર બનતા તેના પરના ગાબડાઓ પુરવાની કામગીરી અવારનવાર કરવામાં આવે છે,પરંતું રોડ થોડાજ સમયમાં ફરીથી પાછો જૈસેથે સ્થિતિમાં આવી જતો હોઇ લોકોને પડતી હાલાકિ યથાવત રહે છે ! તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડીના ચાર રસ્તા ખાતે પણ ધોરીમાર્ગ બિસ્માર બની ગયો હોઇ સ્થાનિક લોકો અને વાહનચાલકો પારાવાર હાલાકિ ભોગવી રહ્યા છે,તેમાં દોડતા વાહનોને લઇને ધુળ ઉડવાની સમસ્યા પણ સર્જાતી હોઇ લોકોને માટે બેવડી સમસ્યા સર્જાય છે !ત્યારે આજરોજ રાજપારડી ચાર રસ્તા પરના બિસ્માર રસ્તાને લઇને પડતી આ બેવડી તકલીફથી ત્રસ્ત સ્થાનિક લોકોએ રાજપારડી ચાર રસ્તા પર જતા આવતા વાહનો અટકાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. બિસ્માર રસ્તાને લઇને વ્યથિત થયેલ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જતા આવતા વાહનો અટકાવી દીધા હતા. ચાર રસ્તા પર ચક્કાજામ સર્જાતા રાજપારડી પીઆઇ બી.એમ.ચૌધરી પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા,પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો,દરમિયાન પોલીસ મથકમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી,જેમાં અધિકારીઓ દ્વારા હાલ રાજપારડી ચાર રસ્તા પર ધુળ ઉડવાની સમસ્યાને લઇને માર્ગ પર પાણીનો છંટકાવ કરવાનું અને માર્ગ દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરવાનું જણાવાતા મામલો થાળે પડ્યો હતો.ઉલ્લેખનીય છેકે અંકલેશ્વર રાજપીપલાનો ધોરીમાર્ગ રાજપીપલાની આગળ છોટાઉદેપુર બોડેલી તરફના માર્ગ સાથે જોડાતો હોઇ બોડેલી તરફના વાહનો પણ સુરત મુંબઇ તરફ આવજાવ કરવા આ માર્ગનો ઉપયોગ કરે છે,તેથી આ ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. અત્યારસુધી ધોરીમાર્ગ માટે કરોડો રૂપિયા ખર્ચાયા છે છતાં માર્ગ સાચા અર્થમાં લોકો માટે સુવિધાસભર નથી બન્યો શક્યો તે બાબત સાચેજ દુખદ અને આશ્ચર્યજનક ગણાય !
*****************************




