ભરૂચ જિલ્લાનાં થામ ગામ ખાતે શ્રી રઝા મેમોરીયલ હાઇસ્કુલમાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ.




સમીર પટેલ, ભરૂચ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાનાં થામ ગામ ખાતે આવેલ શ્રી રઝા મેમોરીયલ હાઇસ્કુલ ખાતે ૭૭માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ નાં નિયામક શ્રી ઝયનુલ આબેદીન સૈયદનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી સલીમ ગોરજી શાળાનાં આચાર્યશ્રી શિક્ષકગણ તથા ગામના સરપંચ શ્રી મકસુદ પટેલ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થીત રહ્યા હતા.
અધ્યક્ષીય પ્રવચનમાં શ્રી ઝયનુલ સૈયદે ભારતની આઝાદી અને પ્રજાસત્તાક પર્વનું મહાત્મય સમજાવ્યું હતું. અને દેશપ્રેમની ભાવના સૌ બાળકોમાં પ્રજ્વલીત કરવા અને ઈસ્લામની દ્રષ્ટિએ વતનપ્રેમ એ ઈમાનનો અડધો ભાગ છે તે માટે સમજ આપી આપણાં સ્વાંતત્રય વિરોને યાદ કર્યા હતાં. વધુમાં બાળકો શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ આગળ વધી સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા આહવાહન કર્યું હતું.
કાર્યક્રમમાં શૈક્ષણિક સત્ર દરમિયાન રમતગમત અને શિક્ષણમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા અંતમાં શાળાના આચાર્યશ્રી દ્વારા સહુનો આભાર વ્યક્ત કરાયો હતો.



