ડીસા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઊજવણી શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ, સમૌ મોટા ખાતે કરવામાં આવી હતી

28 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ડીસા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઊજવણી શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ, સમૌ મોટા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા મામલતદારશ્રી વિપુલભાઈ બારોટ સાહેબશ્રી અને નાયબ મામલતદાર શ્રી પંકજભાઈ ચૌધરી સાહેબશ્રી અને તેમની ટીમ તથા તાલુકા વિકાસ અધિકારી જે.બી. ચૌધરી સાહેબશ્રી,પોલીસ પ્રશાસન અને તેમની ટીમ ફોરેસ્ટ વિભાગ અને એમની ટીમ, આરોગ્ય અધિકારી તથા સાંદિપની ગુરુકુળ, સમૌ મોટા પે કેન્દ્ર પ્રાથમિક શાળા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. આનંદ પરિવાર ભીલડીની બહેનો દ્વારા તલવારબાજી અને સમૌ મોટા હાઇસ્કૂલ અને પ્રા.શાળાની બહેનો દ્વારા ગરબા,નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂ કર્યા હતા. પ્રસાદના દાતાશ્રી તેજરામભાઈ અંબારામભાઈ જોષી દ્રારા તથા કીટના દાતાશ્રી નારણભાઈ જગમાલભાઈ આસોલ તેમજ અન્ય દાતાશ્રીઓએ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. સદરપુર ગામના સરપંચશ્રી વનરાજસિંહ સોલંકીએ મેદાન વ્યવસ્થામાં ખૂબ જ સહયોગ કર્યો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રીમતી મેઘાબેન અને પુષ્પાબેને કર્યું હતું. શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમની આભારવિધિ સમૌ મોટા હાઇસ્કૂલના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોષી દ્રારા કરવામાં આવી.તમામ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરીવાર અને સમૌ મોટા ગ્રામ પંચાયતનો સુંદર સહયોગ રહ્યો હતો.








