GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મહાનગરપાલિકાની ફાયર ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલમાં મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું

 

MORBI મોરબી મહાનગરપાલિકાની ફાયર ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલમાં મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું

 

મોરબી: સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ સામા કાંઠે, માળિયા ફાટક પાસે હોસ્પિટલના સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકા હસ્તકની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને આગ અને બે વ્યકિત ફસાયેલ હોવાનો કોલ કરતા ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી અને હોસ્પિટલના બીજા માળે ફસાયેલ ૦૨ (બે) વ્યક્તિને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફત અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને અંતમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી દ્વારા મોકડ્રીલ જાહેર કરતા હોસ્પિટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો.

આમ, આ મોકડ્રીલનો હેતુ હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કઈ રીતે કેઝ્યુલીટીને બચાવવી આ મોકડ્રીલ અને રેક્સ્યુ કામગીરીએ ફાયર બ્રીગેડ ની સજ્જતા અને આધુનિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે. આ પ્રકારની મોકડ્રીલ શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારામાં અને ઈમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદરૂપ થશે
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા સુધીમાં ૦૫ ઇન્ડસ્ટ્રીઝમાં ८० માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે.

અને આ સમયમાં ૦૪ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

મોરબી માં ૦૨ રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં ૦૧ | આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ (PPE) પહેરીને ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ -(૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.

Back to top button
error: Content is protected !!