MORBI મોરબીના નાની વાવડી માધ્યમિક શાળામાં વિદ્યાર્થી નો વિદાય વિધિ ઇસ્કોન ના ભક્તો દ્વારા ભગવદ્દગીતા ની ભેટ આપવામાં આવી.

MORBI મોરબીના નાની વાવડી માધ્યમિક શાળામાં વિદ્યાર્થી નો વિદાય વિધિ ઇસ્કોન ના ભક્તો દ્વારા ભગવદ્દગીતા ની ભેટ આપવામાં આવી.
નાની વાવડી માધ્યમિક શાળા માં ધોરણ 10 ના વિદ્યાર્થી નો વિદાય વિધિ ઇસ્કોન ના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન તેમજ ગીતા જ્ઞાન દ્વારા
આજે તારીખ 29/1/2026 ને ગુરુવારે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી ના ભક્તો દ્વારા નાની વાવડી માધ્યમિક શાળા માં ગીતા જ્ઞાન પીરસી ને દરેક વિદ્યાર્થી ને ગૌ.વા. ચતુરભાઈ માવજીભાઈ ફૂલતરીયા ની યાદી રૂપે તેમના પુત્ર સંજયભાઈ ફૂલતરીયા દ્વારા સર્વે વિદ્યાર્થી ને ભગવદ્દગીતા (તેના મૂળ રૂપે) ભેટ આપવામાં આવી.
આ પ્રસંગે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ની વિદાય વિધિ ઇસ્કોન ના ભક્તો દ્વારા હરિ નામ સંકીર્તન તેમજ ગીતા જ્ઞાન થી કરવામાં આવી.. હરિનામ સંકીર્તન માં દરેક વિદ્યાર્થ ઉત્સાહ પૂર્વક ઝુમી ઉઠ્યા.આ પ્રસંગે ઇસ્કોન ના ભક્તો શ્રીમાન નિરંજન કેશવ પ્રભુ, અતુલ વિષ્ણુ દાસ, સચી પ્રાણ પ્રભુ , રવિ પ્રભુ તેમજ મિત પ્રભુ હાજર રહ્યા હતા આ કાર્યકમ માં શાળા ના પ્રિન્સિપાલ ગઢીયા સાહેબ, પ્રદીપ જોષી સાહેબ તેમજ સર્વે સ્ટાફે ઇસ્કોન ના ભક્તો નું ગિફ્ટ આપી ને આભાર વ્યક્ત કરીયો
કોઈ પણ ચાર્જ વગર સ્કૂલ, કોલેજ, ઘરે, તેમજ તમારા ઉત્સવમાં આધ્યાત્મિક હરિનામ સંકીર્તન તેમજ ગીતા જ્ઞાન પ્રોગ્રામ કરવા માટે સંપર્ક કરો (હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી)
અતુલ વિષ્ણુ દાસ
7016707756









