
તા.૩૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ઉસરા ગામ નજીક પાવાગઢથી દર્શન કરી પરત ફરતા ગરબાડા તાલુકાના ખારવા ગામના યુવાનને કાળ આંબી ગયો!
”શ્રદ્ધા અને ભક્તિના માર્ગ પરથી પરત ફરતા ત્રણ મિત્રો માટે મોત હાઇવે પર રાહ જોઈને બેઠું હતું.દાહોદના નેશનલ હાઇવે પર એક અજાણ્યા કાળમુખા વાહને એવી ટક્કર મારી કે એક આશાસ્પદ યુવાનનું પળવારમાં જ ‘પાન-પંખેરું’ ઊડી ગયું.અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પરનું ઉસરા ગામ નજીક ગરબાડા તાલુકાના ખારવા ગામના ત્રણ મિત્રો પાવાગઢ માં ના દર્શન કરીને હરખભેર ઘરે પરત ફરી રહ્યા હતા. પણ કોને ખબર હતી કે આ તેમની છેલ્લી સફર બની રહેશે? હાઇવે પર પોતાની બાઈક ઉભી રાખીને ઉભેલા આ યુવાનોને ગોધરા તરફથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી જેમાં ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલક યુવાન હવામાં ફંગોળાયો અને રોડ પર પટકાતા જ તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું. જ્યારે તેની સાથે રહેલા અન્ય બે મિત્રો ગંભીર રીતે લોહીલુહાણ થયા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક માનવતા નેવે મૂકી અંધારામાં ફરાર થઈ ગયો.”અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા. તાત્કાલિક દાહોદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી. ઇજાગ્રસ્તોને તાબડતોબ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ફરાર વાહનચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પાવાગઢમાં માતાજીના આશીર્વાદ લઈને ઘરે પહોંચે એ પહેલા જ ખારવા ગામના આ યુવાનનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આ ઘટના ફરી એકવાર હાઇવે પર બેફામ દોડતા વાહનો અને ટ્રાફિક સુરક્ષા સામે સવાલ ઉભા કરી રહી




