અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સિવિલ હોસ્પિટલની ૫ મેડિકલ ટીમો આરોગ્ય સેવા માટે ખડેપગે રહી
અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સિવિલ હોસ્પિટલની ૫ મેડિકલ ટીમો આરોગ્ય સેવા માટે ખડેપગે રહી

અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કઠિન પરિસ્થિતિમાં પણ સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈ ગિરનાર સર કરે છે. આ સ્પર્ધામાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. સ્પર્ધકોને સમગ્ર રૂટ ઉપર જરૂરી તબીબી સેવા મળી રહે તે માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ૫ મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલના ફિઝીશીયન ડૉ.નીધી રામાણીએ જણાવ્યું હતું કે, આ કઠિન સ્પર્ધામાં સ્પર્ધકોને જરૂરી સારવાર માટે ૫ ટીમો દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી. જેમાં ગિરનારની સીડીઓ ઉપર પણ સ્પર્ધા દરમિયાન કોઈ સ્પર્ધકને સારવારની જરૂર પડ્યે તબીબી સેવા આપી શકાય તે માટે સીડી ઉપર ૩ ટીમ રહી હતી અન્ય બે ટીમ દ્વારા મંગલનાથ આશ્રમ ખાતેથી સ્પર્ધકોને આરોગ્ય સેવા આપવામાં આવી હતી. આ કઠીન સ્પર્ધામાં સ્પર્ધકોને નસ સડીજવી, મસલ ક્રેમ્પ્સ જેવી ઈજાઓ થતી હોય છે. ડૉક્ટરો સાથેની મેડીકલ ટીમ દ્વારા ડાયક્લોફિનાક જેલ, સ્પ્રે, ગ્લુકોઝ પાવડર અને ગરમ પટા, બાંધી જરૂરી સારવાર આપવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




