GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી(2) વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબી(2) વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ સરસ્વતી સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાંથી વિદેશી દારૂની આઠ બોટલ જેની કિંમત રૂપિયા 9,000 નો મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ સરસ્વતી સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિંમત રૂપિયા ૯૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અરમાન ઉર્ફે ભાણો ઈકબાલભાઈ જુનેજા (ઉ.વ.૨૧) ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








