GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પોકસો ગુનો પુરવાર ન થતા આરોપીને પોકસો કોર્ટે નીર્દોષ છોડવાનો હુકમ કર્યો.

 

MORBI મોરબી પોકસો ગુનો પુરવાર ન થતા આરોપીને પોકસો કોર્ટે  નીર્દોષ છોડવાનો હુકમ કર્યો.

 

આ કામેની ફરીયાદ એ રીતે કે તા. ૦૫-૧૧-૨૦ર૩ ના કલાક ૦૭.૦૦ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીની સગીરવયની દીકરી ભોગબનનાર ઉ.વ. ૧૭ વર્ષ (જન્મ તારીખ ૧૭-૧૦-૨૦૦૬) વાળીને આરોપી ભોગબનનાર સગીરવયની હોવાનું જાણતા હોવા છતા ભોગબનનારનો અવારનવાર પીછો કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી પોતાના વતન પાટણ અને ત્યાંથી અમદાવાદ ખાતે લઇ જઇ ભોગબનનારે ના કહેવા છતા ફોસલાવી અવારનવાર શરીરસંબંધ બાંધી પકડાઇ જઇ ગુનો કરેલાનો આક્ષેપ છે. સદર કામે ફરીયાદીએ ફરીયાદ આપતા આરોપી વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ. સદરહુ કામે મોરબી એ ડીવી. પોલીસ દવારા આ કામના આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવેલ. બાદમાં સદરહુ આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જે. ડી. સોલંકી તથા પી.ડી. પરમાર ને રોકેલા.

આ કામે ફરીયાદપક્ષ ફરીયાદી, તેમની ભોગબનનાર દીકરી તથા અન્ય સાહેદો ના પુરાવાઓથી ભોગબનનાર ખરેખર બનાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડોકટરશ્રી ના પુરાવામાં ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપુર્વક કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજુ કરવામાં આવેલ નથી. તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપી પક્ષના વકીલશ્રી દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ભોગબનનાર તથા તેના પરીવાર દવારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી તેમજ આ શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું નિ:શંકપણે સાત્તયસભર, સબળ, વિશ્વસનીય, માનવા લાયક, આધારભૂત પુરાવાથી પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ઘ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની નામદાર કોર્ટે પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીના યુવા એડવોકેટ શ્રી જે.ડી. સોલંકી, જયેશ પટેલ, પી.ડી.પરમાર રોકાયેલા. અને સાથે મયુર ઉભડીયા, દીપક મકવાણા, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેર, વીરલ છનીયારા, જયકાંત મકવાણા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!