Rajkot: ટ્રાન્સપોર્ટ વાહનોની સીરિઝનું રી-ઓકશન ૦૬ ફેબ્રુઆરીથી શરૂ કરાશે

તા.૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા હેવી ગૂડ્સ વ્હિકલ, ટ્રાન્સપોર્ટ વાહનોને લગતી હાલની સીરિઝ GJ-03-BZ, GJ-03-CU અને GJ-03-CVનું રી-ઓકશન તા. ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે. જેમાં ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો, તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકશે.
નવી સીરિઝના ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા. ૦૬ ફેબ્રુઆરીથી તા. ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા. ૧૦ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરીના સાંજે ૦૪ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.
વાહન નોંધણીની ઓનલાઇન પ્રક્રિયા
અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરીને fancy number booking પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ પબ્લિક યુઝર પસંદ કરીને આઈ.ડી. બનાવવાનું રહેશે. ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. પસંદગીનો નંબર સિલેક્ટ કરીને દર્શાવેલી ફી પૈકી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે.
ત્યારપછી હરાજીમાં ભાગ લઈને નંબર મેળવ્યા બાદ ૦૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે.
હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીએથી અપ્રુવલ લઈને નંબર મેળવવાનો રહેશે.
અરજદારે વાહન ખરીદીના ૦૭ દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. વાહન ખરીદી તારીખથી ૦૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.



