હાલોલ એસટી ડેપોમાંથી મહિલાના પાકીટમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચીલ ઝડપ કરી ગઠીઓ ફરાર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૨.૨૦૨૬
હાલોલ થી ગોધરા એસટી બસ માં જતી મહિલા ના પાકીટ માંથી સોનાના દાગીના તથા રોકડ રકમ ની ચીલ ઝડપ કરી ગઠીઓ ફરાર બનાવ અંગે હાલોલ પોલીસ ને ફરિયાદ આપતા પોલીસ ચોર ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કાર્ય હોવાનું જાણવા મળી આવ્યું છે.બનાવ ની વિગત એવી છે કે હાલોલ ના વડોદરા રોડ પર જૈન મંદિર પાસે પટેલના મકાન માં રહેતા રીના સુનિલ પાટીદાર ઉ.વ.29 ના ઓ 24 મી જાન્યુઆરી ના રોજ સવારે સાત વાગ્યા ના સમય ગાળા દરમ્યાન તેના પતિ સાથે ગોધરા જવા માટે હાલોલ બસ્ટેન્ડ ખાતે આવ્યા હતા. ગોધરા ની બસ આવતા બસ માં ચઢવા માટે ભારે ભીડ હોવાથી રીનાબેન નો પતિ પહેલા બસ માં ચઢી ગયા હતા અને ત્યારબાદ રીના બેન બસમાં ચઢ્યા હતા. ત્યારે તેમને ખભે લટકાવેલ પાકીટ ની ચેન ખુલ્લી જોતા તે પાકીટમાં તપાસ કરતા તે પાકીટ ની અંદર રાખેલ નાનું પાકીટ મળી ન આવતા તે નાના પાર્સ માં રાખેલ સોનાની રૂપિયા 56000/-ની ચેન અને રૂપિયા 28000/- કાન ના ઝુમખા તથા રોકડા રૂપિયા 7000/- મળી કુલ 91000/- ની મત્તાની કોઈ ગઠિયો ચોરી કરી ગયો હોવાનું જણાઈ આવતા તાત્કાલિક તપાસ કરી હતી ત્યાર થી આજ દિન સુધી તે મળી ન આવતા હાલોલ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનિયા છે કે હાલોલ બસ સ્ટેન્ડ ની અંદર ગેરકાયદેસર વાહનો મૂકી અડ્ડો જમાવી દે છે. જેને કારણે રાહદારી અને મુસાફરો ને પણ ભારે હાલાકી ભોગવાનો વારો આવે છે તેમ છતાં એસટી તંત્ર દ્વવારા કોઈ નક્કર પગલાં ભરતા નથી.







