GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

  • લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો:

અમીન કોઠારી મહીસાગર

૩૮ સ્વ-સહાય જૂથોને ₹૯૫ લાખનું ધિરાણ મંજૂર
કરાયુ.

 

ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિસાગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અંતર્ગત લુણાવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી સુરેશભાઈ પરમાર તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજર અરવિંદ કુમાર આર. સેલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પ દરમિયાન લુણાવાડા તાલુકાના કુલ ૩૮ સ્વ-સહાય જૂથોને આશરે ₹૯૫.૦૦ લાખ જેટલી માતબર રકમનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું. જે પૈકી ૭ સખી મંડળોને મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી ₹૨૧.૫૦ લાખના ચેકનું પ્રતિકાત્મક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કેશ ક્રેડિટ દ્વારા ગ્રામીણ મહિલાઓ પોતાના નાના વ્યવસાયો શરૂ કરી આર્થિક રીતે સ્વાવલંબી બની શકશે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી અધિકારીશ્રીઓએ મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારશ્રીની NRLM યોજના મહિલાઓના ઉત્થાન માટે છે. બેંક દ્વારા મળેલ ધિરાણનો સદઉપયોગ કરી, નિયમિત બચત અને સમયસર લોન ભરપાઈ કરવા અંગે તેમણે ખાસ ભાર મૂક્યો હતો. વધુમાં, બહેનો આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાય, પ્રાકૃતિક ખેતી અપનાવે અને મશરૂમની તાલીમ મેળવી નવી રોજગારીના અવસરો ઉભા કરે તે માટે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!