GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતના મુખ્યમંત્રીને સિરામિક ઉધોગના વિવિધ પ્રશ્નોની વિગતે રજુઆત કરતા મોરબીના ઉદ્યોગકારો

ટંકારા પડધરી ધારાસભ્ય શ્રી દુર્લ્લભજીભાઇ દેથરિયા અને શ્રી મોહનભાઇ કુંડારિયા સાથે એસોસિએશન ના પ્રમુખ શ્રી મનોજભાઇ એરવાડીયા, હરેશભાઇ બોપલિયા અને પુર્વ પ્રમુખ શ્રી મુકેશભાઇ કુંડારિયા એ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સીએમ હાઉસ ખાતે રુબરુ મળ્યા હતા. જેમા સિરામિક ઉધોગના વિવિધ પ્રશ્નો ની વિગતે રજુઆત કરી હતી.

જેમાં બાંધકામ માં ઉંચા જંત્રી ના દરો ને લિધે જુના યુનિટો ને લે વેચ માં જે તકલિફ ઉભી થાય છે તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી એ હકારાત્મક અભિગમ દાખવી ને તાત્કાલિક નિરાકરણ આવે તે દિશા માં પગલા ભરશે.

હાલ માં સિરામિક ક્લસ્ટર માં ટોટલ ૫૫ ઇન્ટરનલ રોડ રસ્તા બની ગયા છે. જે ૪૦૦ કરોડ ના ખર્ચે અને આશરે ૯૦ કિમી ને સારી ગુણવત્તા અને ટકાઉ સીસી રોડ થયા છે. જે બાબતે રોડ સલગ્ન અધિકારીઓ ને એસોસિએશન દ્રારા બિરદાવ્યા હતા અને બાકી રહેતા ૧૫૩ સીસી રોડ રસ્તા ની વહેલી તકે મંજુરી મળી જાય તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી આ ફાઇલ ને તાત્કાલિક વર્ક ઓડર આપી દેશે તેવો અભિગમ દાખવ્યો હતો.

ઉપરાંત, સીએમ જ્યારે મોરબી આવ્યા હતા ત્યારે સ્વચ્છતા બાબતે વિશેષ ભાર મુ્કયો હતો જે બાબત ના સ્મરણો યાદ કરાવી સિરામિક ક્લસ્ટર માં રોડ સફાઇ બાબતે રોડ સફાઇ માટે ના છ નંગ ટ્રક ( રોડ – સ્વિપર) ની માંગણી કરી હતી જે બાબત ની દરખાસ્ત માં હકારાત્મક અભિગમ સાથે ત્વરીત કાર્યવાહી કરશે.

Back to top button
error: Content is protected !!