GUJARATHALOLPANCHMAHAL

હાલોલ સિંધી સમાજ દ્વારા શ્રી ઝુલેલાલ મંદિરના પાટોત્સવને લઇ રક્તદાન શિબિર યોજાઈ,222 રક્તદાતાઓએ રક્તદાન ર્ક્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૨.૨૦૨૬

 

હાલોલ નગરના કંજરી રોડ સ્થિત શ્રી ઝુલેલાલ મંદિર નો 12 પાટોત્સવની ઉજવણી તા.5 ફેબ્રુઆરી ગુરુવારના રોજ કરવામાં આવનાર છે, હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ સિંધી સમાજ દ્વવારા ઝુલેલાલ ની વાળી ની બાજુમાં શ્રી ઝુલેલાલ મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી જેને લઇ પ્રતિ વર્ષે પાટોઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત આજે બુધવારે વહેલી સવારથી જ હાલોલ સિંધી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઝુલેલાલ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અને હાલોલ સિંધી સમાજ દ્વવારા સમાજ અને લોકોને ઉપયોગી થવાય તે માટે રક્તદાન એ મહાદાન રક્તના એક બિંદુ કોઈનો જીવ બચાવી શકે તેવા આશય સાથે પ્રતિ વર્ષે પાટોઉત્સવ ના દિવસે રક્તદાન શિબિર નું આયોજન કરે છે, જેને લઇ આજે બુધવારના રોજ ઇન્દુ બ્લડ બેંક વડોદરાના સહયોગ થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના 10 કલાક થી દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કરવાની શરૂઆત કરવામાં આવેલ જેમાં સાજના સાડા પાંચ વાગ્યા સુધીમાં 222 રક્તદાતાઓ એ રક્તદાન કરતા 222 યુનિટ રક્ત બોટલ એકત્રિત થઇ હતી.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ સિંધી સમાજ ના પ્રમુખ ભગવાનદાસ સુખવાની, ચંદ્રેશભાઈ સુખવાની (ઉર્ફે ચંદુભાઈ),શીરુમલ ભારવાણી, અરવિંદભાઈ ભારવાણી, મનુભાઈ અડવાણી સહીત સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી રક્તદાતા ઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!