શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં સાંસ્કૃતિક અને રમતોત્સવ કાર્યક્રમ અને સોલાર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

6 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ અને શ્રી રતિલાલ ત્રિભોવનદાસ શાહ ખાનગી પ્રાથમિક શાળા અને બાલમંદિરનો સાંસ્કૃતિક અને રમતોત્સવ કાર્યક્રમ શ્રીમતી લીલાબેન રતિલાલ શાહ પ્લેગ્રાઉન્ડ પર યોજાયો હતો. જેમાં શ્રી માલણ કેળવણી મંડળ, માલણના પ્રમુખશ્રી સતિષભાઈ શાહ, મંત્રીશ્રી નરસિંહભાઈ ભટોળ ટ્રસ્ટીશ્રી નીતિનભાઈ શાહ, શ્રીમતી હંસાબેન શાહ, શ્રીમતી કલ્પનાબેન શાહ, તેમજ ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, શાળાના આચાર્યશ્રી તેમજ બન્ને શાળાના શિક્ષક મિત્રો, શાળાના બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. શાળાની વિદ્યાર્થિનીઓ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. શાળામાં પ્રમુખશ્રી સતિષભાઈ શાહ અને શ્રી નીતિનભાઈ શાહ અને કલ્પનાબેને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ પ્રાથમિક શાળા અને હાઇસ્કુલના વિદ્યાર્થિઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ત્યારબાદ રમતોત્સવને પ્રમુખ અને મંત્રીશ્રીએ ખુલ્લો મુક્યો હતો.જેમાં 100 મીટર, 200 મીટર દોડ, ગોળા ફેક, રસ્સા ખેંચ, ચક્ર ફેક અને બરછી ફેક જેવી રમતો યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષકો અને ગામના લોકોએ પણ 100 મીટર દોડ અને રસ્સા ખેંચમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રમતગમતમાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટીશ્રીઓના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રસ્ટીશ્રી નીતિનભાઈ શાહ ના સૌજન્યથી લક્ઝરી જવેલર્સ દ્વારા બંને શાળામાં દાન કરેલ સોલાર પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાળાના સ્પોર્ટ્સ શિક્ષક શ્રી બી.જી.પટેલ , શ્રી આર.જી.ચૌધરી, અન્ય શિક્ષકમિત્રો અને વર્ગશિક્ષકોએ બાળકોને રમતગમત માટે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના શિક્ષકશ્રી જે.ડી.રાવલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાના શિક્ષકશ્રી કૃણાલભાઈ કકકડે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા મંડળના ટ્રસ્ટીઓએ શાળાના આચાર્યશ્રી તેમજ તમામ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.




