ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની ૫૦૦ અબજ ડોલરની સંપત્તિ ઘટાડો …!!!

સોના-ચાંદીના બજારમાં આવેલા ભૂકંપ અને ઈક્વિટી માર્કેટની બેતરફી વધઘટની સાથે વિશ્વફલક પર અનેક સારા-નરસા સમાચારને કારણે ક્રિપ્ટો કરન્સી માર્કેટ છેલ્લા એક સપ્તાહથી કોહરામ મચ્યો છે. બિટકોઈન સહિતની અનેક ક્રિપ્ટોકરન્સીઓના ભાવ કડડભૂસ થતા ક્રિપ્ટો માર્કેટની કુલ માર્કેટ કેપિટલમાં અંદાજે ૫૦૦ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
કોઈનમાર્કેટકેપના ડેટા અનુસાર ૨૯મી જાન્યુઆરીથી ૩જી ફેબુ્રઆરી સુધીના આંકડાઓ પ્રમાણે ક્રિપ્ટો કરન્સીઓનું કુલ બજાર મૂલ્ય ૪૭૦ અબજ ડોલર કરતા વધુ ઘટી ગયું છે. ઓક્ટોબર, ૨૦૨૫ની ટોચેથી તો ક્રિપ્ટોમાર્કેટમાંથી ૧.૭ લાખ કરોડની સંપત્તિ સાફ થઈ ગઈ છે. માર્કેટ કેપ ઘટાડામાં સૌથી વધુ ફાળો બિટકોઈનનો છે. ક્રિપ્ટોકિંગ બિટકોઈન ફેબુ્રઆરીમાં ૭૩,૦૦૦ ડોલર પર ૧૫ મહિનાના તળિયા સુધી ઘટયો હતો.
બિટકોઇનમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ૧૩ ટકાનો કડાકો આવ્યો છે અને ઓક્ટોબર, ૨૦૨૫માં ૧૨૬,૦૦૦ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીથી લગભગ ૩૯% નીચે ગગડયો છે. વૈશ્વિક મેક્રોઇકોનોમિક દબાણ, ભૂ-રાજકીય તણાવ અને પ્રવાહિતાનો અભાવ જેવા વ્યાપક પરિબળો પણ રોકાણકારોની ભાવનાને અસર કરી રહ્યા છે.યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને નાણાકીય પોલિસીઓને કડક બનાવવાથી રોકાણકારો જોખમી સંપત્તિઓથી દૂર થઈ રહ્યા છે, જેના કારણે ક્રિપ્ટો માર્કેટમાં તીવ્ર વેચાણ થયું છે.
Nikhil Bhatt
Business Editor
Investment Point
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




