શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ૨૪ મા સમુહ લગ્નોત્સવમાં ૩૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા..
શ્રી પ્રજાપતિ યુવા સંગઠન, રાધનપુરની ટીમ ખડેપગે રહી ફરજ બજાવેલ.. પ્રમુખ પિનાકીનભાઈ.

શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ૨૪ મા સમુહ લગ્નોત્સવમાં ૩૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા..
——————————————————————————
શ્રી પ્રજાપતિ યુવા સંગઠન, રાધનપુરની ટીમ ખડેપગે રહી ફરજ બજાવેલ.. પ્રમુખ પિનાકીનભાઈ.
——————————————————————————
નવાબી નગરી રાધનપુર ખાતે પ્રજાપતિ સંકુલના પટાંગણમા રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક અમદાવાદ ડે. કલેક્ટર પરેશભાઈ પ્રજાપતિ, મોરબી RTO ઈન્સ્પેક્ટર રોહિતભાઈ પ્રજાપતિ સન્માનીય મહેમાન મોરલધામના ભુવાજી ચેતનભાઈ પ્રજાપતિ સહીત મુખ્ય મહેમનો,અતિથિ વિશેષ, આમંત્રિત મહેમાનો,વિવિધ મંડળોના પ્રમુખો,સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ તથા તેમની ટીમ,શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ પિનાકીનભાઈ તથા તેમની ટીમની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે કલાવૃંદ સુરેશભાઈ ઓઝા,ભગવતીબેન પ્રજાપતિના કંઠે લગ્નગીત દ્વારા સંગીતના સુરો વચ્ચે તા.૦૫/૦૨/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે ૨૪ માં સમુહ લગ્નોત્સમા ૩૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સભા મંડપમાં દીપ પ્રાગટય કરી દાતાઓનો સન્માન સમારોહમાં મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા અધ્યક્ષ, મુખ્યમહેમાન,અધ્યક્ષ,ઉદ્ધઘાટક,સન્માનીય મહેમાનો,મુખ્ય મહેમાનો,અતિથિ વિશેષ,તમામ પરગણાના પ્રમુખ/મંત્રીઓ, વિવિધ મંડળના પ્રમુખ/મંત્રીઓ, યુવા સંગઠનો ઉદ્ઘોષકો,તમામ સ્વયં સેવકો તેમજ સમાજના તમામ જ્ઞાતિ બંધુઓનો,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી આઠ બાર પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર સદાય દરેકના ઋણી રહેશે.સમૂહલગ્નની શોભાવધારી તે બદલ શ્રી આઠ બાર પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર વતી આભાર માન્યો હતો.ત્યારે ભોજન,પાનેતર,મા -માટલું, પૂરત, સોનાનીચૂંક, ચાંદી ના સિક્કા,ચાંદીના ઝૂડા,રામણ દીવો,ટ્રોલીબેગ,કાંસાનુ ભાણું, તાંબાના લોટા,કપલ કચ્છી શાલ પેન્ટ-શર્ટ,સીલિંગ ફેન,ચા- નાસ્તા,છાસ,મિનરલ પાણી, સાઉન્ડ,બેનર,કંકોત્રી સહીત રોકડ દાન આપનાર દરેક દાતાઓ, સન્માનીય આગેવાનો આમંત્રિત મહેમાનોને ફુલહાર પહેરાવી સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન ડો.સુરેશ ઓઝાએ જ્યારે આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિ બંધવડ વાળાએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21630








