નસવાડી તાલુકાના ઘોડીસીમેલ–પોથલીપુરા વચ્ચે અશ્વિન નદી પર ૮ કરોડના ખર્ચે બ્રિજનું ખાત મુહૂર્ત, ધારાસભ્યના હસ્તે કરાયું.

મુકેશ પરમાર,,, નસવાડી
નસવાડી તાલુકાના ઘોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે અશ્વિન નદી પર ૮ કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજના નિર્માણનું ખાત મુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી જતા ગામ લોકોએ ઘોડા પર બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે આવેલી અશ્વિન નદી ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વહેતી હોવાથી બંને ગામોના ગ્રામજનોને આવન-જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વર્ષો થી ચાલતી આ સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અભેસિંહ તડવી સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે ધારાસભ્ય દ્વારા સરકારમાં પુલ નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી અને સરકાર દ્વારા ૮ કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવતા વર્ષોથી ચાલતી સમસ્યાનું કાયમી નિવારણ થતું હોવાથી ગામોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં ગ્રામજનોએ ધારાસભ્ય અભેસિંહ તડવીને ઘોડા પર બેસાડી ભવ્ય વરઘોડો કાઢ્યો, ફૂલહાર પહેરાવી સન્માન કર્યું તથા આભાર વ્યક્ત કર્યો.કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, એસ.ટી. નિગમના પૂર્વ ચેરમેન જસુંભાઈ ભીલ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.





