GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા ₹2.21 કરોડના ખર્ચે રાણીબાગની કાયાપલટ કરવામાં આવશે

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા ₹2.21 કરોડના ખર્ચે રાણીબાગની કાયાપલટ કરવામાં આવશે

 

મોરબીના નગરજનો માટે રાણીબાગમાં આકર્ષક પ્રવેશ દ્વાર, પાર્કિંગ, કેફે, મનોરંજન, એડમીન બ્લોક, ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ પેસેજ સહિતની આધુનિક સુવિધા યુક્ત ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી આધુનિક સુવિધાઓ સાથે રાણીબાગના સર્વાંગી વિકાસ માટેનું ટેન્ડર હાલ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા મોરબી મહાનગરપાલિકા ની વેબસાઈટ પર મુકવામાં આવ્યુ છે.

મોરબી મહાનગરપાલિકા ની ગાર્ડન શાખા દ્વારા અંદાજિત રૂ. 2.21 કરોડના ખર્ચે સમગ્ર રાણીબાગની કાયાપલટ કરવામાં આવનાર છે, મોરબી ના શહેરીજનોને અત્યંત આધુનિક સુવિધા યુક્ત ગાર્ડનની ભેટ આગામી સમયમાં મળનાર છે, રાણીબાગના વિકાસ કાર્ય અંતર્ગત નાગરિક સુવિધાઓ, જાહેર સ્થળો, આધ્યાત્મિક વિસ્તાર, લેન્ડસ્કેપ ડિઝાઇન તથા મુલાકાતીઓ માટે આધુનિક સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ યોજનામાં એડમિન બ્લોક, ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ/રિસેપ્શન ઝોન, દુકાન અને કેફે, સિક્યુરિટી પોસ્ટ તેમજ જાહેર શૌચાલય જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે, જેથી મુલાકાતીઓને સુવિધાજનક ગાર્ડન મળી રહે, તે માટે
આ પ્રોજેક્ટ હેઠળ જાહેર સ્થળો અને મનોરંજન માટે પેવ્ડ પાથવે, છત્રીઓ (ગેઝેબો સ્ટ્રક્ચર્સ), પાણીના તત્વો તેમજ બેસવાની વ્યવસ્થા સાથે સુંદર લેન્ડસ્કેપ ને આધુનિક સગવડતા ભરી સવલતો થી વિકસાવવામાં આવનાર છે. પાર્કિંગ અને પ્રવેશ વ્યવસ્થા અંતર્ગત પૂરતી વાહન પાર્કિંગ, મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર તથા સ્થાનિક લોકો માટે અલગ ગાર્ડન એન્ટ્રીની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. લેન્ડસ્કેપ અને પર્યાવરણને અનુરૂપ ડિઝાઇન હેઠળ પ્લાન્ટેશન પટ્ટા, લીનીયર ગાર્ડન કનેક્ટિવિટી અને સક્રિય ઝોન આસપાસ ગ્રીન બફર વિકસાવવામાં માં આવનાર છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે, જે સમગ્ર કામગીરી પૂર્ણ થયે રાણીબાગ પ્રોજેક્ટને ગાર્ડન શાખા દ્વારા સંપૂર્ણપણે આધુનિક સુવિધા સભર મોરબીના નગરજનો માટે બનાવવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!