ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: પીઢ કોંગ્રેસી રેવાભાઈ ભાંભીની કાર પર હેરિયરમાં આવેલા બુકાનીધારીઓએ દંડા વડે હુમલો કરતા ચકચાર ,ટૂંકા ગાળામાં બીજો ઘાતકી હુમલો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: પીઢ કોંગ્રેસી રેવાભાઈ ભાંભીની કાર પર હેરિયરમાં આવેલા બુકાનીધારીઓએ દંડા વડે હુમલો કરતા ચકચાર ,ટૂંકા ગાળામાં બીજો ઘાતકી હુમલો

*પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય અને સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન પર ટૂંકા ગાળામાં બીજો ઘાતકી હુમલો*

અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે સામાજિક અગ્રણી અને પીઢ કોંગ્રેસી રેવાભાઈ ભાંભી અને તેમના પુત્ર કારમાં શિણાવાડ ગામ નજીક પસાર થતા હતા ત્યારે હેરિયર કારમાં આવેલા અજાણ્યા બુકાનીધારીઓએ કારને ઓવરટેક કરી કાચ પર ડંડાઓ ઝીંકતા કારનો કાચ ફૂટી ગયો હતો કાર ચાલક તેમના પુત્રએ હુમલાખોરોથી બચવા માટે કાર મેઘરજ તરફ હંકારી મુકતા હેરિયર ગાડીએ નાથવાસ સુધી પીછો કર્યો હતો 112 મોબાઇલ ને જાણ કરી મેઘરજ પોલીસ સ્ટેશનમાં આશરો મેળવ્યો હતો

સામાજીક અગ્રણી રેવાભાઈ ભાંભી પર ટૂંકા ગાળામાં તેમના પર બીજીવાર જીવલેણ હુમલાની ઘટના બનતા મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પીઢ કોંગી અગ્રણીની કાર પર હુમલાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી

મોડાસા તાલુકાના વરથું ગામના અને પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય અને સામાજીક અને ન્યાય સમિતિના ચેરમેન પીઢ કોંગ્રેસી રેવાભાઈ ભાંભી તેમના પુત્ર અને મિત્રો સાથે રાજસ્થાન ધંબોલા પોલીસ સ્ટેશનમાં સ્વિફ્ટ કાર લઈ કામકાજ અર્થે ગયા હતા કારમાં રાજસ્થાન થી પરત મોડાસા તરફ આવી રહ્યા હતા ત્યારે સાંજના સુમારે શિણાવાડ ગામ નજીક કાળા કલરની હેરિયર ગાડીમાં શિણાવાડનો અનિલ અમરાભાઈ પરમાર તેના બુકાનીધારી સાગરીતો સાથે ધસી આવી સ્વિફ્ટ કાર આગળ અચાનક ઉભી કરી દેતા રેવાભાઈના પુત્ર આશુતોષે કાર ઉભી કરી દીધી હતી સ્વિફ્ટ કાર ઉભી રહેતા અનિલ પરમાર દંડા સાથે નીચે ઉતરી કાર પર દંડો ઝીંકતા કારનો કાચ ફૂટી ગયો હતો કારની બોનેટને નુકશાન થયું હતું બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અમારી સામે ફરિયાદ કરો છો કહેતા રેવાભાઈ અને તેમનો પુત્ર ફફડી ઉઠ્યા હતા આશુતોષે સમય સૂચકતા વાપરી કાર પરત મેઘરજ તરફ હંકારી મૂકતા અનિલ પરમાર અને તેના સાગરીતોએ હેરિયર કારમાં નાથાવાસ સુધી પીછો કરી ફરાર થઈ ગયા હતા

રેવાભાઈ ભાંભીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં શિણાવાડ ગામના અનિલ અમરાભાઈ પરમાર અને હેરિયર ગાડીમાં આવેલા અજાણ્યા સખ્શો સામે બીએનએસ 173 હેઠળ સેક્શન 324 (2),351(3),352,54 હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે થોડા દિવસ અગાઉ રેવાભાઈ ભાંભી પર રાજસ્થાન સરહદ નજીક કામકાજ અર્થે ગયા હતા ત્યારે પાછળથી અજાણ્યા ઈસમે હુમલો કરી ધક્કો મારી પથ્થરોના ઘા ઝીંકી ફરાર થઈ જતા કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઓપરેશનની નોબત આવી હતી ત્યારે અગમ્ય કારણોસર પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જેના પગલે હુમલાખોર અને તેના મળતીયાઓની હિંમત વધી હોય તેમ શનિવારે સાંજના સુમારે તેમના પુત્ર અને અન્ય મિત્રો સાથે કાર હતા ત્યારે વધુ એક હુમલાની ઘટના બની હતી

Back to top button
error: Content is protected !!