ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડા – વરઘોડા દરમિયાન થયેલી અદાવત જીવલેણ બની એક યુવકની હત્યા, 8 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – વરઘોડા દરમિયાન થયેલી અદાવત જીવલેણ બની એક યુવકની હત્યા, 8 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો

અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં લગ્નના વરઘોડા દરમિયાન થયેલી અદાવત જીવલેણ સાબિત થતાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.મળતી માહિતી મુજબ ભિલોડાના હરિપુરા ગામમાં લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં ગયેલા બે યુવકો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી અને બબાલ થઈ હતી. બાદમાં મામલો સમાધાનથી સમાપ્ત થયો હોવાનું કહેવાય છે, પરંતુ આરોપીઓએ મનમાં અદાવત રાખી બંને યુવકોની રેકી કરી હતી. ત્યારબાદ આશરે આઠ જેટલા ઇસમોની ટોળકીએ બંને યુવકો પર હુમલો કર્યો હતો.હુમલાખોરોએ પથ્થરમારો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં 18 વર્ષીય હાર્દિક હોથા નામના યુવકનું મોત થયું હતું, જ્યારે યોગેશ ડામોર નામના યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. હરિપુરા અને કાળી ડુંગરી ગામના કુલ આઠ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. હાલ સમગ્ર ઘટના ને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 

Back to top button
error: Content is protected !!