હાલોલમાં ઈસ્લામીક નોલેજ સ્પર્ધાનો ઈનામ વિતરણ અને સર્ટિફિકેટ આપી સમ્માન કાર્યક્મ બાદશાહ બાબાની દરગાહ ખાતે યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૨.૨૦૨૬
હાલોલ મુસ્લીમ સોસાયટી ગૂપ દ્રારા ઈસ્લામીક નોલેજ સ્પર્ધા તા.26 જાન્યુઆરીના રોજ મુસ્લિમ મહિલાઓ માટે યોજાઇ હતી જેમાં હાલોલના મુસ્લિમ મહિલાઓએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધો હતો જ્યારે ઈસ્લામીક નોલેજ સ્પર્ધામાં હાલોલનાં વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓએ ઇસ્લામીક નોલેજ સ્પર્ધામા ભાગ લીધો હતો.આ ઈસ્લામીક નોલેજ સ્પર્ધા થયા બાદ આજે તા.8 ફેબ્રુઆરી રવિવારના રોજ હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓના ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ખાસ મેહમાન તરીકે અમરિન મેમણ ડિપ્લોમા ઇન કોમ્યુટર સાયન્સ,ફરીદા પટેલ ગવર્નર કોલેજ ના શિક્ષિકા તેમજ હફસા બુઢ્ઢા અને સ્થાનીક રહીશો અને શિક્ષણમાં રસ ધરાવતા આગેવાનોએ હાજરી આપી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.જેમાં સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનારને મહિલાને 7100,બીજો ક્રમાંક મેળવનાર મહિલાને 5100 તેમજ ત્રીજા ક્રમાંક મેળવનાર મહિલાને 4100 ઇનામ અને સર્ટિફિકેટ અને 4 થી 50 માં વધુ માર્ક્સ લાવનાર મહિલાને 500 રૂ.ઇનામની સાથે સર્ટિફિકેટ આપી સમ્માનિત કર્યા હતા.જ્યારે અન્ય મહિલાઓએ ભાગ લીધેલ ને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા.જ્યારે હાલોલ મુસ્લિમ સોસાયટી ગ્રુપ દીની અને દુન્યાવી શિક્ષણ માટે ચિંતીત છે અને નાના મોટા જાગૃતિના કાર્યક્મો દ્વારા બાળકો અને વાલીઓ તેમજ મહિલાઓ સાથે છેલ્લા 3 વર્ષ ઉપરાંત થી જોડાયેલા છે સતત ત્રીજો મહિલાઓનો ઇસ્લામિક નોલેજ સ્પર્ધા કાર્યક્મ ને સફળ બનાવવા મહેનત કરનાર મુસ્લિમ સોસાયટી ગ્રુપમાં જોડાયેલા તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

















