
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા–વઘઈ માર્ગ પર નડગખાદી ગામ નજીક આજે સાંજનાં અરસામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.આહવાથી પીંપરી તરફ જઈ રહેલ તાપી એન્ટરપ્રાઇઝનું લોડિંગ ડમ્પર ગાડી નં. GJ-26-T-9944નાં ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન રોડની સાઈડમાં આવેલા એક મોટા ઝાડ સાથે અથડાઈ ગયુ હતુ.અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે ડમ્પરનો ચાલક વાહનમાં જ ફસાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તથા તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ભારે જહેમત બાદ JCB મશીનની મદદથી ડમ્પરનાં કેબિનનો દરવાજો તોડી ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતને કારણે આહવા–વઘઈ માર્ગ પર લાંબા સમય સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે માર્ગના બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. બાદમાં પોલીસ તથા તંત્રની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી હતી…





