GUJARATSINORVADODARA

કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજનો ૧૭મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો


ફૈઝ ખત્રી…શિનોર
કરજણ તાલુકાના કલા ગામ ખાતે મુસ્લિમ સમાજના યુવક-યુવતીઓનો ૧૭મો સમૂહ લગ્નોત્સવ સમારોહ ભવ્ય અને આનંદમય વાતાવરણમાં યોજાયો હતો. આ સમારોહ સાથે સાથે સૂફી એવોર્ડ્સ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજિત સમૂહ લગ્નોત્સવમાં કુલ ૪૦ યુવક-યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ પોતાના સંસારિક જીવનની શુભ શરૂઆત કરી હતી. કલા શરીફ સ્થિત ફૈઝ ચેરીટેબલ સેવાભાવી સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.
ફૈઝ ચેરીટેબલ સંસ્થા દ્વારા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનની સ્થાપના કરી, બાળકો અને યુવાનો માટે શિક્ષણની એક અનોખી અને સુવિધાસભર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કાર્યક્રમનો આરંભ કુરાન શરીફની પવિત્ર તિલાવતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા, સેવાભાવ અને ધાર્મિક ભાવનાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
હઝરત સૈયદ મુસ્તાક અલી બાવા તેમજ સૈયદ હઝરત વાહીદ અલી બાવા દ્વારા તમામ નવયુગલોને આશીર્વાદ આપી તેમનું જીવન ખુશીઓથી ભરપૂર રહે એવી દુઆ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફૈઝ યંગ સર્કલ ના યુવાનો એ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!