ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ખીલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત રેલી, માનવ મહેરામણ ઉમટ્યું 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ખીલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત રેલી, માનવ મહેરામણ ઉમટ્યું

*રેલીમાં ભવ્ય આતશબાજી અને ભારત માતા કી જય અને દેશભશક્તિના ગીત ગુંજ્યા,

*રાજકીય પક્ષોના અગ્રણીઓ, વેપારી સંગઠનો, સહકારી આગેવાનોએ ખીલન પટેલનું સ્વાગત કર્યું*

*ખીલન પટેલ અને પરિવારજનો ક્રિકેટ પ્રેમી જનતાના પ્રેમથી અભિભુત*

અરવલ્લી જીલ્લાના પનોતા પુત્ર અને નહેરુ કંપા ના ખીલન પટેલનું અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થતા જીલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ક્રિકેટ બોર્ડની પસંદગી ટીમે ઓલરાઉન્ડર ખીલન પટેલે પર મુકેલ વિશ્વાસને યર્થાથ સાબિત કર્યો હતો મોડાસાના યુવા ક્રિકેટ ખેલાડી ખીલન પટેલે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ત્રણ કેચ અને એક ખેલાડીને રન આઉટ કરી મેચનું પાસું પલટી નાખ્યું હતું. મૂળ મોડાસાના નેહરુ કંપાના ખેડૂત પુત્ર ખીલન પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરતાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં અને જિલ્લાને ગૌરવ અપાવતા મોડાસામાં તેનું સ્વાગત સન્માન સાથે સાથે વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને શહેરના અગ્રણીઓ રાજકીય અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખીલન પટેલને ગુલદસ્તા અને ફુલહાર આપી ઉષ્માભરે સ્વાગત કર્યું હતું મોડાસા શહેરના કિસાન સર્કલથી રેલીનું પ્રસ્થાન થયું હતું શહેરના વિવિધ માર્ગો પર નીકળેલ રેલીમાં ખીલન પટેલ અને તેના પરિવારે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું રેલીમાં દેશ ભક્તિના ગીત અને ભવ્ય આતશબાજીથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા ભવ્ય આવકાર રેલીનું ઉમિયા મંદિરે સમાપન થયું હતું

INBOX : ખીલન પટેલની ક્રિકેટ સફર

મોડાસાના નહેરુ કંપાના અને હાલ મોડાસાના સોપાનમાં રહેતા ખીલન પટેલના પિતા અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વ્યવસાય મૂળ ખેડૂત છે. ખીલન પટેલે પ્રથમ તબક્કાનો અભ્યાસ મોડાસાની સ્કૂલમાં કર્યો હતો અને ત્યારબાદ શહેરની મેઘરજ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેનું અરવલ્લીમાં અંડર 11 માં સિલેક્શન થયું હતું. ખીલન પટેલના પિતા પુત્રની ક્રિકેટ કારકિર્દી માટે અમદાવાદ સ્વીફ્ટ થઇ ગયા હતા શ્રેષ્ઠ ક્રિકેટ કોચ જોડે કોચિંગ અપાવ્યું હતું જો કે તેણે અંડર-16 માં એક વર્ષ સ્ટેટમાં રમ્યા બાદ તેની જીસીએમાં અંડર-19 માં પસંદગી થતાં તે છેલ્લા બે વર્ષ સ્ટેટમાં રમ્યો હતો. જ્યાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં તેની ભારતીય ટીમના ખેલાડી તરીકે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં પસંદગી થઈ હતી.ખીલનના પિતા અનિલભાઈ પટેલ અને માતા મનીષાબેન પટેલે જણાવ્યું હતું કે નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ભારે લગાવ ધરાવતા પુત્રને તેમણે ક્રિકેટ ક્ષેત્રે ઊંચાઈ સર કરે તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!