AHAVADANGGUJARAT

નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળના બાળકો સાથે સીધો સંવાદ સાધ્યો….

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પી.એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત વન ટુ વન સંવાદ કાર્યક્રમમાં બાળકો સાથે સંવાદ સાધ્યો હતો . આ પ્રસંગે  કલેક્ટરશ્રીએ બાળકો સાથે આત્મીય સંવાદ થકી તેમની શૈક્ષણિક પ્રગતિ, ભણતરમાં આવતી મુશ્કેલીઓ, ભવિષ્યની યોજનાઓ તેમજ તેમની જરૂરિયાતો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સાથે જ બાળકોને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા, ઉચ્ચ લક્ષ્યો સિદ્ધ કરવા અને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તેમજ લાભાર્થી બાળકોના પાલક-વાલી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!