GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ગોપીપુરા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ,ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૨.૨૦૨૬

હાલોલ બાયપાસ રોડ ઉપર ગોપીપુરા ચોકડી પાસે કસ્બા તરફ જવાના માર્ગ પર આવેલા એક સ્ક્રેપના ગાડાઉનમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરા-તફરી નો માહોલ સર્જાયો હતો.આગ ના ગોટેગોટા દુરદુર સુધી દેખાતા લોકોમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું છે.પ્રાપ્ત માહિતી મુજબ પાવાગઢ બાયપાસ રોડ થી કસ્બા રોડ ઉપર આવેલા એક ભંગાર ના ગોડાઉન માં રેકઝિન, સિન્થેટિક લેધર, સ્પંજ, પ્લાસ્ટિક તેમજ પીયુ જેવા સ્ક્રેપ કચરા માં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ફાટી નીકળી હતી. જેને લઈ આકાશમાં ધુમાડાના મોટા ગોટા ઉઠ્યા હતા.બનાવની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા ભારે પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં આગ કાબુમાં ન આવતા કાલોલ ફાયર ટિમ મેં બોલવામાં આવી હતી. જેને લઇ ગોડાઉન ની નજીક માં આવેલ રહેણાંક વિસ્તારોમાં પણ ભય ફેલાયો હતો.હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલા અનેક એકમો દ્વારા ગુજરાત પોલ્યૂશન બોર્ડ ના નિયમોની અવગણના કરીને ઉદ્યોગોમાંથી નીકળતો વેસ્ટ યોગ્ય રીતે નિકાલ ન કરી આવા સ્ક્રેપ અને ભંગારના ગોડાઉનોમાં ઠાલવવામાં આવે છે, તેવો આક્ષેપ સ્થાનિકોમાં છે.આવા સ્કેપનાં ગોડાઉન માં તંત્ર દ્વારા કોઈ પણ પરવાનગી લેવામાં આવતી નથી. ફક્ત પાલિકા દ્વારા માત્ર વ્યવસાય વેરાના આધારે અનેક સ્ક્રેપ ગોડાઉનો ઉભા થઈ ગયા હોવા છતાં, વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કોઈ અસરકારક તપાસ થતી ન હોવાના પણ આક્ષેપો સાંભળવા મળ્યું છે.પરિણામે હેઝર્ડ વેસ્ટનો પણ ખુલ્લેઆમ નિકાલ થતો હોવાનું કહેવામાં આવે છે. કોઈપણ જાત ની પરવાનગી વગર કાર્યરત અને માનવજીવન માટે જોખમી એવા સ્ક્રેપ ગોડાઉનોમાં નિયમિત તપાસ ન થતી હોવા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિમાં ગેરકાયદે ગોડાઉનો બેરોકટોક ચાલુ રહે છે. ભૂતકાળમાં પણ હાલોલમાં આવા અનેક ગેરકાયદે ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા અધિકારીઓની કામગીરી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી અને નિયમિત તપાસની માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!