
વિજાપુર રણાસણ હાઈસ્કૂલમાં વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામ સ્થિત પટેલ આર. કે. હાઈસ્કૂલમાં ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ તેમજ વાર્ષિકોત્સવ ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમ પંકજભાઈ જે. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રણાસણ ગ્રામ વિકાસ કેળવણી મંડળના પ્રમુખ રાજેશભાઈ પટેલ, તેમજ મંત્રી કાન્તિકાકા તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સાલ અને ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું.




