
વિજાપુર તાલુકાના બામણવા ગામે ગ્રામપંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના બામણવા ગામે ગ્રામપંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી સી.જે. ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા મકાનમાં ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુદૃઢ બને તે હેતુસર અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ સહિત ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ, સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવાં ગ્રામપંચાયત મકાનથી ગ્રામજનોને વહીવટી કામગીરીમાં વધુ સુવિધા મળશે અને વિકાસલક્ષી કામોને વેગ મળશે તેવું વક્તાઓએ જણાવ્યું હતું. પ્રસંગ અંતે ગ્રામપંચાયત દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





