
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના ગૌરવસમા ક્રિકેટર ખીલન પટેલનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન
જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક અને જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા દ્વારા કરવામાં આવ્યું સન્માન – U-૧૯ વિશ્વકપ વિજેતા ભારતીય ટીમના ખેલાડી છે ખીલન પટેલ
અરવલ્લી જિલ્લાના મોડાસા મૂળ વાતની અને નહેરુંકંપાના ખેડૂત પુત્ર ખીલન પટેલે સમગ્ર દેશમાં પોતાની ક્રિકેટથી નામના મેળવી છે. તાજેતરમાં યોજાયેલી U-૧૯ વિશ્વકપ સ્પર્ધાની વિજેતા ભારતીય ટીમના ખેલાડી ખીલન પટેલનું અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર વતી સન્માન કરવામાં આવ્યું છે
મોડાસાના નહેરુકંપાના ખેડૂતપુત્ર ખીલન પટેલનું અંડર-૧૯ વિશ્વકપમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન ભારતીય ટીમને વિજેતા બનાવવામાં મહત્વનો હિસ્સો બન્યું હતું. આજે તેમના આ વિજયને બિરદાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખીલન પટેલનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક અને જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા દ્વારા ખીલન પટેલનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સાથેજ તેમની કારકિર્દીના નિર્માણ માટે પોતાના વ્યાપારનો વિચાર કર્યા વિના સતત તેમને પ્રોત્સાહિત કરવા બદલ તેમના પિતાનું પણ આજે સન્માન કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરતા ખીલન પટેલે પોતાની પ્રેક્ટિસના દિવસોને પણ યાદ કર્યા હતા. સાથેજ જિલ્લા કલેકટર એ તેમણે શુભેચ્છાઓ આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી.




