GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનરે કલસ્ટર-4 ના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઈને સફાઈ કામગીરીની ગુણવત્તા તપાસી

 

MORBI:ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ: મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનરે કલસ્ટર-4 ના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઈને સફાઈ કામગીરીની ગુણવત્તા તપાસી

 

મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-4 આવેલ ભડિયાદ વિસ્તારમાં નાયબકમિશનરએ સાઇટ વિઝિટ કરી આ વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં સો-ઓરડી મેઇન રોડ, ચામુંડા નગર થી ઉમિયા નગર મેઇન રોડ, માળીયા વનાડીયા, સહિતના વિસ્તારોમાં કામ કરતાં સફાઇ કામદારોની નાયબ કમિશનર શ્રી પ્રોજેક્ટ સંજયકુમાર સોની દ્વારા સાઇટ વિઝિટ કરી આ સમગ્ર વિસ્તારમાં સફાઇ કામગીરી સુ-વ્યવસ્થિત રીતે કરવા સૂચન કર્યું હતું. આ તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ પર નિયમિત ગાર્બેજ કલેક્સન કરવા અને યોગ્ય નિકાલ કરવાની સૂચના નાયબ કમિશનરે આપી હતી, તેમજ આવિસ્તારમાં આવેલા GVP ના વિવિધ પોઈન્ટ માળીયા વનાડીયા. શક્તિ સોસાઇટી, ઉમિયા નગર, ત્રણ મંદિરની કામગીરીનું નિરીક્ષણ કરી સફાઈ કામદારને નિયમિત શહેરમાં સ્વછતા જળવાઈ રહે તેમાટેની સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!