MORBI:મોરબી મહાનગરપાલિકાની વેબસાઈટ થકી રુ.3 કરોડથી વધુની રકમ નગરજનોએ ઓનલાઇન ભરપાઈ કરી

MORBI:મોરબી મહાનગરપાલિકાની વેબસાઈટ થકી રુ.3 કરોડથી વધુની રકમ નગરજનોએ ઓનલાઇન ભરપાઈ કરી
મોરબી મહાનગરપાલિકામાં છેલ્લા ચાર મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાઈ મોરબી મહાનગરપાલિકાનો નાગરિકોના હિત માટે વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનો વધુ પડતો ઉપયોગ કરવા અનુરોધ કરાયો મોરબી:૧૧-૦૨-૨૦૨૬ મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના હિત અને સુખાકારી માટે મહાનગરપાલિકા બન્યું તેના પ્રથમ ચરણમાં વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનું વિમોચન કરવામાં આવ્યું છે. જેના થકી મોરબીના નગરજનોને કચેરી પર આવવાના સમયનો બગાડ ન થાય ઘેર બેઠા કે ઓફિસે સમયસર વિવિધ સેવાઓ નો તેઓ લાભ મેળવી શકે, તે માટે વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન નગરજનો માટે બનાવવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા બન્યું તે સમય થી આજ દિન સુધી શહેરીજનોની સુખાકારી માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરી છે, જેમાં નગરજનોને વિવિધ પ્રકારના વેરાની ભરપાઈ અને જુદા જુદા પ્રકારની ફરિયાદ માટે વેબસાઈટ અને એપ્લિકેશન બનાવવામાં આવી છે. મિલકત વેરો ભરપાઈ કરવા માટેની મહત્વની સેવાનો પ્રારંભ કરાયો ત્યારથી આજ સુધી રૂ. ૩,૩૮,૩૮,૫૯૧ મિલકત વેરાની ભરપાઈ નાગરિકો દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવી છે તથા ૧૪૩૧૬ જેટલી ફરિયાદ મહાનગરપાલિકામાં નોંધાય છે જેમાં છેલ્લા ચાર મહિનામાં અંદાજિત ૪૯૨૬ જેટલી ફરિયાદ મોબાઈલ એપ્લિકેશન દ્વારા નગરજનોએ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ માં કરી હતી, જેમાંથી મહત્તમ ફરિયાદનો નિકાલ મોરબી મહાનગરપાલિકાની વિવિધ શાખા દ્વારા કરવામાં આવ્યો છે, મોરબી મહાનગરપાલિકાના રહેવાસીઓને જણાવવાનું કે વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનમાં જરૂરી હેલ્પલાઇન નંબર દર્શાવવામાં આવ્યા છે, નાગરિકો દ્વારા મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ નો વધુને વધુ ઉપયોગ થાય લોકો આ ઓનલાઈન સેવાઓનો વધુ પડતો લાભ લે તેવો મોરબી મહાનગરપાલિકાનો આશય છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીમાં વસવાટ કરતા શહેરીજનોને ઓનલાઈન સેવાઓનો વધુને વધુ લાભ લેવા માટે ICT વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે










