નવસારી: દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ખારેલ એકઝિટ પોઇન્ટ ઉપર સ્પીડબ્રેકરોના અભાવે લોકોમાં અકસ્માતનો ભય..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાંથી પસાર થતો એક્સપ્રેસવે નિર્માણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે. પરંતુ ખારેલ એક્ઝિટ પોઈન્ટ જે રાનકુવા, રૂમલા, ધરમપુર,વાંસદા ડાંગ જિલ્લાને અને ખારેલ નેશનલ હાઈવેને જોડે છે. સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા ખારેલ એક્ઝિટ પોઇન્ટ પર સ્પીડબ્રેકર ન હોવાના કારણે અકસ્માત સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ ઉભી થતા વાહનચાલકોમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. આ બાબતે આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભાઈ બી.પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સ્પીડ બ્રેકરનો ન હોવાથી એક્ઝિટ પોઈન્ટ પર બધી બાજુથી પૂરપાટ ઝડપે વાહનો આવી રહ્યા છે. વાહનચાલકો ગતિ પર નિયંત્રણ રાખી શકતા નથી તેના લીધે આ પોઈન્ટ પરથી પસાર થતા વાહનચાલકો ,રાહદારીઓ સ્થાનિક લોકોના જીવ પર જોખમ ઉભો થયો છે.સ્થાનિક લોકોની માંગ છે કે, કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં તાત્કાલિક રાનકુવા, રૂમાલ, ધરમપુર અને ખારેલ તરફ જતા રસ્તાઓ પર સ્પીડ બ્રેકરો અને ચેતવણીદર્શક સાઈન બોર્ડ મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. આ ઉપરાંત નેશનલ હાઇવે 48 પર ચીખલી થી આલીપોર જતા રસ્તા ઉપર આવેલ ઓવરબ્રિજની નીચેનો રસ્તો કાયમી બિસ્માર હાલતમાં રહેતો હોવાથી લોકોએ ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેથી આ બાબતે તાત્કાલિક રસ્તો સમારકામ કરી મુશ્કેલીઓ દૂર કરવા લોકોની માંગ છે.




