સંતરામપુર મુરલીધરના વિદ્યાર્થી રાઠોડ મયંક દિનેશચંદ્ર ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષા અંદર 17 માં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા

મહીસાગર જિલ્લા નું ગૌરવ…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર મુરલીધરના વિદ્યાર્થી રાઠોડ મયંક દિનેશચંદ્ર ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષા અંદર 17 માં પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા

તાજેતરમાં યોજાયેલ ખેલમહાકુંભ રાજ્યકક્ષા અંડર-17 અને ઓપન એજ ભાઇઓ/બહેનોની આર્ચરી રમતની સ્પર્ધા તા.06/02/20૨૬ થી તા.11/02/2026 દરમ્યાન જીલ્લા રમત સંકુલ (ધાબા ગ્રાઉન્ડ) રાજપીપળા, નર્મદા ખાતે કરવામાં આવેલ તેમાં ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓ માંથી રમતવિરો એ ભાગ લીધેલ જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈન સ્કૂલ શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળા જોડાણ મુરલીધર હાઇસ્કુલ, સંતરામપુર ( મહિસાગર )ના આર્ચરી રમતના ખેલાડીઓએ પણ ભાગ લીધેલ એમાં આપણા રમતવિરોએ ખૂબજ ઉમદાપ્રદર્શન કરેલ છે.
1. રાઠોડ મયંકભાઈ દિનેશચંદ્ર
:– 40મીટર :– ( ગોલ્ડ મેડલ)
:– 30મીટર અને 40મીટર ઓવરોલ:–( બ્રોન્ઝ મેડલ)
ખેલાડી તેમજ તેમના કોચ કમલેશભાઈ વસાવા ને શાળા વતી, જિલ્લા રમત વિકાસ અધિકારી દક્ષેશ કહાર ,પ્રોજેક્ટ મેનેજર કેતુલ પ્રિયદર્શી, તેમજ ટીમ મેનેજર દેવાંગ શાહ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.




