SOG પોલીસની મોટી સફળતા,વેજલપુર પાસે ગેરકાયદે સબસીડાઈઝ્ડ નીમ કોટેડ યુરિયા ખાતરની ૧૫૨ થેલીઓ સાથે બે ઝડપાયા.

તારીખ ૨૬/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની કાળાબજારી કરતા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા મળેલી સૂચના મુજબ SOG ગોધરા પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે.વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG PI બી.કે. ગોહિલ અને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, કાલોલ ખેતીવાડી અધિકારીને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. વહન કરવામાં આવી રહેલી અનધિકૃત અને વગર આધાર-પુરાવાની સબસીડાઈઝ્ડ નીમ કોટેડ યુરિયા ખાતરની ૧૫૨ થેલીઓ (કિંમત રૂ. ૪૦,૫૦૮/-) જપ્ત કરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓમાં વિકાસ સમરૂ બાંડડીયા (રહે. પીપલવા ઉજડીયા ફળીયુ, તા. ટાંડા, જી. ધાર, મધ્યપ્રદેશ) મુકેશ સમરૂ બાંડડીયા (રહે. પીપલવા ઉજડીયા ફળીયુ, તા. ટાંડા, જી. ધાર, મધ્યપ્રદેશ)આ ઉપરાંત, આ જથ્થો ગેરકાયદેસર રીતે પૂરો પાડનાર ઠાકોર બાપા કૃષિ સેવા મંડળ, ધનતેજ (તા. સાવલી, જી. વડોદરા) ના સંચાલક વિરૂદ્ધ પણ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.જપ્ત કરાયેલ સબસીડાઇઝ નીમ કોટેડ યુરિયા ખાતરની ૧૫૨ થેલીઓ (કિંમત રૂ. ૪૦,૫૦૮/-) તુફાન ગાડી (કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/-), પીકઅપ ગાડી (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-) સહિત રૂ. ૯,૪૦,૫૦૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.







