
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઉત્તર ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેંકમાં હડતાળ, 1 હજાર કરોડના વહેવાર ખોરવાઈ ગયા
કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે મંગળવારે સમગ્ર દેશ સહીત ઉત્તર ગુજરાતના બેંક કર્મીઓ હડતાલ પર ઉતરતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં અંદાજે 1 હજારથી વધુ વહેવારો ખોરાવાઈ ગયા હતા ઉત્તરગુજરાતની ખાનગી અને સહકારી બેન્કના કર્મચારીઓ હડતાળથી દૂર રહેતા મહદ્દઅંશે લોકોએ રાહત અનુભવી હતી.
અરવલ્લી જિલ્લાની ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો હડતાલ થી અજાણ હોવાથી બેંકોના ધરમધક્કા પડ્યા હતા. ગુરુવારે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાતા અંદાજે 1 હજાર કરોડ રૂપિયાથી વધુના બેન્ક વહેવારો ખોરવાયા હતા અરવલ્લી જિલ્લાના બેન્ક કર્મચારીઓના જણાવ્યા અનુસાર જાહેરક્ષેત્રની વિલીનીકરણ તેમજ બેન્ક કર્મચારીઓ અધિકારીઓની વેતન સુધારણા,બેન્કિંગ કાનૂન,મજુર કાયદા,ખાનગીકરણ,પેન્શન સહીત ૧૨ જેટલી માંગો ને લઈને મેનેજમેન્ટ કે સરકાર દ્વારા કોઈ આશ્વાસન મળતું નથી અને યોગ્ય જવાબ ન મળતા ના છૂટકે હડતાલ પર ઉતરવાની ફરજપડી હતી
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાની ૧૫૦ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેતા અંદાજિત ૧૫૦ કરોડ રૂપિયા નું ક્લિયરન્સ અટકી પડતા ધંધા-રોજગાર ને માંથી અસર પહોંચી હતી.અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ખાનગી અને સહકારીબેંકો ના કર્મચારીઓ અળગા રહેતા પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.અરવલ્લી જિલ્લાના પ્રજાજનો બેન્ક હડતાલ થી અજાણ રહેતા તાલુકા મથકે આવેલી બેંકો માં રૂપિયા ની લેવડ-દેવડ માટે પહોંચ્યા હતા અને બેન્ક હડતાલ ના લટકેલા પાટિયા અને શટરો બંધ જોતા નિરાશ થયી બેંક પાસે બેઠેલા જોવા મળતા હતા.





