MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ પર જોખમી વૃક્ષો દૂર કરાયા

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ પર જોખમી વૃક્ષો દૂર કરાયા
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખા શહેરના જાહેરબાગ- બગીચાઓ તથા રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકા જાહેર સુવિધાનું સંરક્ષણ થાય તે માટે અયોધ્યાપૂરી રોડ પર કોનાકાર્પસ વૃક્ષ દૂર કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા શહેરમાં હરિયાળી જળવાઈ રહે તે માટે ગાર્ડનશાખા દ્વારા સમયાંતરે વૃક્ષોની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબીના સૂરજબાગ અને અયોધ્યાપૂરી રોડ પર કોનાકાર્પસ વૃક્ષ જોવા મળતા મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખાની ટીમ દ્વારા સાઇટ વિઝિટ કરી સૂરજબાગ વિસ્તારમાં આવેલ 3 કોનાકાર્પસ વૃક્ષને દૂર કરવામાં આવ્યા હતા, તેમજ અયોધ્યાપૂરી રોડ પર 2 કોનાકાર્પસ વૃક્ષ સાઇટ વિઝિટ દરમિયાન મોરબી મનપાની ગાર્ડનશાખાને જોવા મળતા આ વૃક્ષને દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા એ હાથ ધરી હતી. કોનાકાર્પસ વૃક્ષ જાહેર સુવિધાઓ તથા નાગરિકોની સુરક્ષા માટે હાનિકારક હોવાનું નોંધાયું છે, કોનાકાર્પસ વૃક્ષોની જડ પ્રણાલી ઝડપી અને વિસ્તૃત રીતે ફેલાતી હોવાથી રોડ, ફૂટપાથ અને પેવર બ્લોકને નુકસાન થવાની શક્યતા રહે છે, તેમજ અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને ગટર વ્યવસ્થાને અસર પહોંચે છે. વધુમાં, વૃક્ષોની ઘન વૃદ્ધિ અને ઊંચાઈને કારણે પવન દરમિયાન ડાળીઓ તૂટીને પડવાની શક્યતા રહેતા, જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું થાય છે. જે તમામ વિગતો મોરબી મનપાની ગાર્ડનશાખાના ધ્યાને આવતા જોખમ કારક કોનાકાર્પસ વૃક્ષને સૂરજબાગ અને જાહેરમાર્ગ પર થી દૂર કરવામાં આવ્યું હતું. મોરબી શહેરમાં હરિયાળી જળવાઈ રહે અને પર્યાવરને અનુરૂપ મોરબી મહાનગરપાલિકા દ્વારા સુરક્ષિત પ્રજાતિના વૃક્ષોનું યોગ્ય સ્થળો પર વાવેતર પણ કરવામાં આવે છે.










