GUJARATHALOLPANCHMAHAL

હાલોલના કણજરી ગામે સર્વ સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ ધારાસભ્ય અને સંતો મહંતોની હાજરીમાં યોજાયો,32 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૨.૨૦૨૬

હાલોલ તાલુકાના કંજરી ગામની કુમાર શાળાના પટાંગણમાં આજે ગુરુવારના રોજ સર્વ સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં તેમજ નેપાળના અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામકૃષ્ણચાર્યજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ધર્મચાર્યા પ.પુ.અખિલેશ્વર દાસજી મહારાજ, કંજરી રામજી મંદિર ના મહંત શ્રીરામશરણ દાસજી મહારાજ, સહીત અન્ય સંતો મહંતો આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સંતો મહંતો ની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક વિધિવત રીતે ધામધૂમથી યોજાયો હતો.યોજાયેલ સમૂહ લગ્નમાં 32 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહીત અગ્રણીઓ તેમજ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ તાલુકાના કંજરી ગામના રામજી મંદિરના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજની પ્રેરણાને આશીર્વાદથી સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર અને રાજવી પરિવાર યોગેન્દ્રસિંહજી પરમાર ( મુન્ના દાદા ) મયૂરધ્વજસિંહજી પરમાર દ્વારા કંજરી ગામેં સતત ત્રીજો સર્વ સમાજ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં 32 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.આજે યોજાયેલ સમૂહ લગ્નમાં સવારે મંડપ મહુર્ત તેમજ ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ કરવામાં આવી હતી.જ્યારે 32 વરરાજાની જાણનું આગમન થતાં ઢોલ નગારા તેમજ કંકુ તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.જ્યારે 11 કલાકે વાજતે ગાજતે ડીજે ના તાલે 32 વરરાજા નો સમૂહ વરઘોડો નીકળતા કંજરી ગામ સહિત હાલોલ ઘોંઘબા અને જાંબુઘોડા તાલુકામાંથી આવેલા લોકો વરઘોડામાં જોડાયા હતા. આ વરઘોડો કંજરી કુમાર શાળા ખાતે પહોંચતા રાજવી પરિવાર તરફથી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. સમૂહ માટે લગ્ન ભવ્યથી ભવ્ય તૈયાર કરવામાં આવેલ સામિયાના માં અલગ અલગ 32 ચૌરી માં કન્યા પધરાવી શાસ્ત્રોક વિધિવત રીતે 32 નવ દંપતીઓનાં લગ્ન સંપન્ન થયા હતા.યોજાયેલ સમૂહ લગ્નમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતા.જ્યારે લગ્ન પ્રંસંગે ઉપસ્થિત સંતો મહંતોઓએ નવ દંપતીઓને પોતાનું જીવન સુખમય રીતે પસાર થાય તેવા આશીર્વચન આપ્યા હતા જ્યારે 32 કન્યાઓને લગ્ન મહોત્સવમાં રાજવી પરિવાર ના ઈલાબા સહીત ઉપસ્થિત મહાનુભવો ના હસ્તે 51 વસ્તુઓની કર્યાવર આપી વિદાય આપવામાં આવી હતી. ત્યારે લગ્ન મંડપ ગમગીન થઇ ગયું હતું કન્યા વિદાય સમયે ઉપસ્થિત લોકોની આખોમાં આસું આવી ગયા હતા.

Back to top button
error: Content is protected !!