MORBI:મોરબી મહાશિવરાત્રી નિમિત્તે ૧૫મી ફેબ્રુઆરીએ કતલખાના અને માંસ-મચ્છીના વેચાણ પર પ્રતિબંધ

MORBI:મોરબી મહાશિવરાત્રી નિમિત્તે ૧૫મી ફેબ્રુઆરીએ કતલખાના અને માંસ-મચ્છીના વેચાણ પર પ્રતિબંધ
આગામી ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પવિત્ર દિવસની ગરિમા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના આદેશ અનુસાર મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સંપૂર્ણ પ્રતિબંધ: મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ ૧૫ ફેબ્રુઆરીના રોજ બંધ રહેશે.શહેરમાં માંસ, મટન, ચિકન તેમજ માછલીના વેચાણ પર ચુસ્ત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.કાયદાકીય કાર્યવાહી: જો કોઈ આદેશનો ભંગ કરતા ઝડપાશે, તો તેની સામે જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તંત્ર દ્વારા સંબંધિત તમામ વેપારીઓને આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા અને પવિત્ર તહેવારની મર્યાદા જાળવવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ દિવસે સતત ચેકિંગ પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.










