MORBI:મોરબીના રંગ પર પાસે બંધ સિરામિક કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજયું

MORBI:મોરબીના રંગ પર પાસે બંધ સિરામિક કારખાનામાં ઊંચાઈએથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજયું
મોરબીના રંગપર ગામની સીમમાં એક કરુણ ઘટના સામે આવી છે. અહીં બંધ હાલતમાં રહેલા એક સિરામિક કારખાનામાં કામ કરી રહેલા ૩૫ વર્ષીય યુવાનનું ઊંચાઈ પરથી પડી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના વીસીપરા ભવાનીનગર વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ પરષોત્તમભાઈ પાટડીયા (ઉંમર ૩૫ વર્ષ) ગત તારીખ ૧૧/૦૨/૨૦૨૬ના રોજ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલા બંધ હાલતના ‘લુકાસો સિરામિક’ કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા હતા.વિક્રમભાઈ જ્યારે આશરે ૨૫ ફૂટ ઊંચી દિવાલ પર બેસીને પતરા અને કેચી કટિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમનો સંતુલન બગડતા તેઓ નીચે પટકાયા હતા. પટકાવાને કારણે તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર હાલત હોવાને કારણે તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બે દિવસની ટૂંકી સારવાર બાદ ગઈકાલે તારીખ ૧૩/૦૨/૨૦૨૬ના રોજ તેમનું કરુણ મોત નિપજ્યું હતું.રાજકોટ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે આ અંગેની જાણ કરતા મોરબી તાલુકા પોલીસે પ્રાથમિક મરણ નોંધ કરી છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.










