GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળામાં અન્નદાન એ જ મહાદાન નું ભવ્ય આયોજન કરાયું,

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૨.૨૦૨૬

તારીખ 14 ફેબ્રુઆરી એટલે અન્નપૂર્ણા દિવસ આજના સમયમાં યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિથી આકર્ષાઈને પોતાની સંસ્કૃતિને ધીમે ધીમે ગુમાવી રહ્યો છે ત્યારે પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવમય પરિચય કરાવવાનુ કામ એ આપણી નૈતિક જવાબદારી છે તેનું ઉદાહરણ તરીકે કલરવ શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી 14 મી ફેબ્રુઆરીને અન્નપૂર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જેનો ધ્યેય ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને એક દિવસ પૂરતો સારું ભોજન આપીને અન્નની તૃપ્તિ કરાવવાની હોય છે .તે માટે શાળાના શિક્ષક ગણ, વિદ્યાર્થીગણ, વાલીગણ સાથે મળીને 2000 જેટલા મેથી ના થેપલા, મોહનથાળ, ફૂલવડી, છાશ અને શાક બનાવીને ગામડાના બાળકો ને જાતે જઈને જમાડવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવે છે. જેમાં હાલોલ તાલુકાના આજુબાજુવાળા વિસ્તાર જેવા કે મધુવન આશ્રમશાળા ગોપીપુરા, ભીખાપુરા, નાયક ફળિયા અને ઘોડી પ્રાથમિક શાળા જેવા વિસ્તારોમાં કુલ 550 બાળકોને અન્નપૂર્ણા ના દિવસે અન્નની તૃપ્તિ કરાવવામાં આવે છે. આ ઉમદા કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ વાલીઓ નો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!