MEHSANAVIJAPUR

વિજાપુર ખણુસા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર અને શાળા ના નવીન ઓરડા નો પ્રવેશ કાર્યક્રમ યોજાયો

વિજાપુર ખણુસા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર અને શાળા ના નવીન ઓરડા નો પ્રવેશ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુસા ગામે ધારાસભ્ય ડો સી જે ચાવડા વિજાપુર દ્રારા આયુષ્યમાન આરોગ્ય મંદિર તેમજ શાળા માં નવીન બનેલ બે ઓરડા નો રીબીન કાપી પ્રવેશ કારક્રમ યોજાયો હતો..આ સાથે આયુષ્ય માન આરોગ્ય મંદિર ખાતે ગાયત્રી શક્તિ પીઠ દ્રારા 30 સગર્ભા માતા ના ગર્ભ સંસ્કાર નું આયોજન કરવામાં આવ્યું તેમજ દાતા ઓ દ્રારા સગર્ભા બહેનો ને પોષણ કીટ પણ આપવામાં આવી હતી..તેમજ દાતાઓ નું પણ સાલ તેમજ મોમેન્ટ આપી સન્માન તેમજ આરોગ્ય મંદિર ખાતે મહેમાનો દ્રારા હર્બલ ગાર્ડન માં વૃક્ષા રોપણ કરાયું હતુ આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ સર દ્રારા સ્ત્રીઓ માં એનિમિયા રોગ નું વધુ પ્રમાણ તેમજ દીકરીઓ ની ઘટતી સંખ્યા પર જનસમુદાય માં જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જ્યારે દાતાઓ દ્વારા આરોગ્ય સબ સેન્ટર માટે આરો પ્લાન્ટ રીના બા ચાવડા સિંગર દ્વારા આપવામાં છે હર્બલ ના બગીચા માટે 11,1 11 મનુજી ચાવડા તરફ તથા ફ્રીજ દેવુભા અરજનજી વિહોલ તરફથી આપવામાં આવેલ છેઆ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ..કાંતિભાઈ પટેલ,પી આઈ પટેલ,ગુજરાત રાજ્ય ભાજપ કારોબારી સભ્ય નીતિનભાઇ પટેલ,મહેસાણા જિલ્લા કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ,એ પી એમ સી ચેરમેન રાજુભાઈ પટેલ મહામંત્રી ગોવાભાઈ ચૌધરી,પ્રીતેશ પટેલ,જિલ્લા સદસ્ય અર્પિતાબેન પટેલ,તાલુકા સદસ્ય મનુજી ચાવડા,સરપંચ કોટડી,પિલવાઇ,રામનગર તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડો વિજય પટેલ ગ્રામજનો શિક્ષક મિત્રો તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો.સમગ્ર કારક્રમ નું આયોજન સરપંચ નટુભાઈ પટેલ તેમજ તાલુકા સદસ્ય મનુજી ચાવડા તેમજ મનીષાબેન,પિન્કીબેન , જિગીષાબેન અમીન દ્રારા સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતુ.

Check Also
Close
Back to top button
error: Content is protected !!