GUJARATKHERGAMNAVSARI

ચીખલી મેરેથોનમાં ખેરગામના દોડવીરનો ગૌરવમય વિજય

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

તા. 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ ચીખલી ખાતે આયોજિત મેરેથોન દોડ સ્પર્ધામાં ખેરગામ (પોમાપાળ)ના દોડવીરો એ ઉત્તમ પ્રદર્શન કરી તાલુકાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.ખેરગામ (પોમાપાળ)માંથી પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ તથા અનિકેત પટેલે સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલે 10 કિલોમીટર દોડમાં 55 વર્ષથી ઉપરની વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવી વિજેતા બનતા ખેરગામ તાલુકા તેમજ પોમાપાળ ફળિયાનું નામ રોશન કર્યું છે.વિજેતા પ્રવિણભાઈને ટ્રોફી, મેડલ, રોકડ ઇનામ તથા હોલી-ડે પેકેજ વાઉચર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમના આ સિદ્ધિ બદલ વિસ્તારભરમાં આનંદની લાગણી વ્યાપી છે અને સમાજના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!