GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મેળામાંથી પરત ફરતા કેનાલ ડેમમા નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક સગીર ડૂબ્યો

MORBI:મોરબી મેળામાંથી પરત ફરતા કેનાલ ડેમમા નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક સગીર ડૂબ્યો
મોરબીના રફાળીયા ગામ પાસે આજે એક કરુણ ઘટના સામે આવી છે. લોકમેળાની મોજ માણીને પરત ફરી રહેલા ત્રણ મિત્રો પૈકી એક ૧૭ વર્ષીય સગીર કેનાલ ડેમમા પાણીમાં ડૂબી જતાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અનુસાર, મોરબીના જેલ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા અને મૂળ નવાગામના વતની સાહીલ દીપકભાઈ સોલંકી (ઉં.વ. ૧૭) પોતાના મિત્રો સાથે રફાળીયા ખાતે ભરાયેલા મેળામાં ગયા હતા. મેળામાંથી પરત ફરતી વખતે ત્રણેય મિત્રો નજીકની કેનાલ/ડેમમાં નહાવા પડ્યા હતા. હાલ આ બનાવની જાણ થતા જ મોરબી ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો શોધખોળ ચલાવવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.










