વડગામ અંતિમધામ માં ભગવાન શીવજી ની મુર્તિ ની સ્થાપના કરવામાં આવી

16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ અંતિમધામ માં ભગવાન શીવજી ની મુર્તિ ની સ્થાપના કરવામાં આવી.શિવરાત્રી મહાપવૅ રવિવારે વડગામ ના દાતા ઉધોગપતિ ગીરીશભાઈ ભોજક પરિવાર દ્વારા વડગામ એપીએમસી પાછળ આવેલ અંતિમધામ માં ભગવાન શીવજી ની મુર્તિ સ્થાપના કરવામાં આવી હતી. દાતા પરિવાર ના પ્રતિનિધિ યુવા સામાજિક કાર્યકર શતિષભાઈ જે. ભોજક સહિત ગામના યુવાનો,વડીલો ના વરદહસ્તે શાસ્ત્રોક્ત વિધિ કરી શાસ્ત્રી પ્રવિણભાઈ રાવલ દ્વારા શુંભ મુહૂર્ત માં વડગામ અંતિમધામ માં ભગવાન શીવજી ની મુર્તિ ની સ્થાપના કરવામાં આવી હોવાનું લક્ષણભાઈ ભગવાનભાઈ ડેકલીયા એ જણાવ્યું હતું, અંતિમધામ નો વિકાસ કરવા ગામ ના દાતાશ્રીઓ દ્વારા દાન ની જાહેરાત કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી રૂપિયા સવા ત્રણ લાખ રૂપિયા ના વિકાસ કામો વેગવંતા કરવામાં આવ્યાં છે.તસ્વીર :-અહેવાલ :- પુષ્કર ગોસ્વામી વડગામ




