GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ધી.વી.સી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ૧૮ તારીખે “માતૃભાષા મહોત્સવની” ભવ્ય ઉજવણી કરવામાં આવશે

 

MORBI:મોરબીની ધી.વી.સી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ૧૮ તારીખે “માતૃભાષા મહોત્સવની” ભવ્ય ઉજવણી કરવામાં આવશે

 


ગુજરાત સાહિત્ય અકાદમી અને ધી.વી.સી. ટેકનિકલ હાઇસ્કુલ મોરબીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૮ ફેબ્રુઆરી અને બુધવારે સવારે ૮ કલાકે વિશ્વ માતૃભાષાની ઉજવણીના ભાગરૂપે આચાર્યશ્રી ડૉ ભદ્રસિંહ વાઘેલા ( શિક્ષણ સેવા વર્ગ-2 ) ના માર્ગદર્શન તેમજ સમગ્ર વી.સી પરિવારના સહકાર થકી માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં માતૃભાષાનું મહિમાગાન શિક્ષક તેમજ ઉત્તમ વક્તા પુનિતભાઈ મેરજા અને હિરેનભાઈ નથવાણી કરશે. વધુમાં વી .સી. પરિવારના નિમંત્રણને માન આપી સુરેન્દ્રનગરથી શ્રી કંદર્પ રાવલ ( ઉદ્ઘોષક, કવિ, સંગીત વિશારદ ) તથા નેહા રાવલ ( ઉદ્ઘોષક, ગાયિકા, સંગીત વિશારદ ) આ કાર્યક્રમમાં પધારી માતૃભાષાનું મહિમાગાન કરશે.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આદરણીય કમલેશભાઈ મોતા ( જિલ્લા શિક્ષધિકારીશ્રી મોરબી ) ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડશે. આ તબક્કે મોરબીની સાહિત્ય પ્રેમી જનતા પણ કાર્યક્રમમાં પધારે તેવું કાર્યક્રમ સંયોજક ધવલભાઈ ખાંડેકાએ યાદીમાં જણાવેલ છે..

Back to top button
error: Content is protected !!