
વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કોર્પોરેટના અર્નિગ્સ આંકડા અપેક્ષા કરતા સારા જોવા મળ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તથા બેન્કોની સારી કામગીરીને પરિણામે લિસ્ટેડ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૧૪.૭૦ ટકા વધારો થવા પામ્યો છે, જે છેલ્લા આઠ ત્રિમાસિકમાં સૌથી ઝડપી વૃદ્ધિ છે.
૩૩૫૩ જેટલી લિસ્ટેડ કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ (એડજસ્ટેડ) ત્રીજા ત્રિમાસિકમાં વધી રૂપિયા ૩.૯૭ ટ્રિલિયન રહ્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં રૂપિયા ૩.૪૭ ટ્રિલિયન રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૬ના બીજા ત્રિમાસિકમાં આ આંક રૂપિયા ૩.૬૭ ટ્રિલિયન રહ્યો હતો એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
ક્રુડ તેલના નીચા ભાવ, રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો તથા મેટલના ભાવમાં તેજીને કારણે આ ક્ષેત્રની કંપનીઓના નફામાં વધારો થવા પામ્યો છે.
જો કે નવા લેબર કોડને કારણે કંપનીઓએ એક સમય માટેની જોગવાઈ કરવાની ફરજ પડી હતી જેને પરિણામે મોટી કંપનીઓ જેમાં કર્મચારીઓનીં સંખ્યા ઘણી છે તેમના નફા પર અસર પડી હતી.
દરેક કંપનીઓનું મળી નેટ વેચાણ ત્રીજા ત્રિમાસિકમાં ૮.૯૦ ટકા વધ્યું છે જે ૧૧ ત્રિમાસિકનું સૌથી ઝડપી છે.
સમીક્ષા હેઠળની કંપનીઓનું નેટ વેચાણ રૂપિયા ૪૧.૧૭ ટ્રિલિયન (ધિરાણદારોના કિસ્સામાં વ્યાજ મારફતની આવક)રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં આ આંક રૂપિયા ૩૭.૮૦ ટ્રિલિયન રહ્યું હતું.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



