ARAVALLIGUJARATMODASA

અરવલ્લી – જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળ દિવસની ઉજવણી – મંગળ દિવસ નિમિત્તે ‘શુભ અન્નપ્રાશન’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળ દિવસની ઉજવણી – મંગળ દિવસ નિમિત્તે ‘શુભ અન્નપ્રાશન’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દર મહિનાના ત્રીજા મંગળવારે ઉજવાતો આ દિવસ ‘મંગળ દિવસ’ તરીકે પણ ઓળખાય છે, જેમાં બાળકોના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે વિવિધ રમતો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ જન્મદિવસ ઉજવણી જેવા કાર્યક્રમો યોજાયા હતા. કાર્યકર બહેનો દ્વારા બાળકોને ધાર્મિક સ્થળો તેમજ વિવિધ બગીચાઓની મુલાકાત કરાવી તેમને શૈક્ષણિક અને મનોરંજક અનુભવ અપાયો હતો.મંગળ દિવસ નિમિત્તે ‘શુભ અન્નપ્રાશન’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીમાં નોંધાયેલા નાના બાળકોને પ્રથમવાર અન્નપ્રાશન કરાવી વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આયોજિત આ કાર્યક્રમો દ્વારા બાળકોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ માતા-પિતામાં પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!