
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત શ્રી સાંદિપની વિદ્યાલાયમાં બે દિવસીય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેની થીમ મણિકર્ણિકા (રાની લક્ષ્મીબાઈ) રાખવામાં આવી હતી. જેમાં શાળાનાં સૌ બાળકોએ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દિવસે મુખ્ય મહેમાંન નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કૂલના આચાર્ય રતનભાઈ વસાવા, નિવૃત આચાર્ય પ્રમોદસિંહ વિ. ગોહિલ, સામાજિક આગેવાન ઉર્મિલાબેન દલુભાઈ વસાવા, સ્નેહલકુમાર પટેલ, રવેશભાઈ વસાવા, નિલેશભાઈ અધેરા, છત્રસિંહ વસાવા, તથા દ્વિતિય દિવસે પણ મૂખ્ય મહેમાન જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. આ પ્રસંગે શાળાના સંચાલક ઉપેન્દ્રભાઈ ગોહિલે મહેમાનોનો વાલમિત્રોનો આભાર વ્યકત કર્યો હતો અને સૌ બાળકો અને શિક્ષકગણને અભિવાદન પાઠવ્યા હતા.



