MEHSANAVIJAPUR

વિજાપુરમાં “દીકરી પ્રેમનું પાનેતર” સમૂહલગ્નોત્સવ યોજાયો, 13 દીકરીઓએ પ્રભુતા ના પગલાં પાડ્યા

વિજાપુરમાં “દીકરી પ્રેમનું પાનેતર” સમૂહલગ્નોત્સવ યોજાયો, 13 દીકરીઓએ પ્રભુતા ના પગલાં પાડ્યા
વિજાપુર તા
વિજાપુર ડ્રીમ ફાઉન્ડેશન અને સર પ્રતાપ ગ્રુપ દ્વારા આયોજિત માતા અથવા પિતા વિહોણી 13 દીકરીઓના પાંચમા સમૂહલગ્નોત્સવ “દીકરી પ્રેમનું પાનેતર” કાર્યક્રમનું ભાવસોર રોડ અવસર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીકરીઓને સન્માનપૂર્વક વિદાય આપી તેમની નવી જીવનયાત્રાની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા,સ્થાનિક ધારાસભ્ય ડો સી જે ચાવડા, જયરાજસિંહ પરમાર, કિરપાલસિંહ ચાવડા, અમદાવાદના ઉદ્યોગપતિ કૃપેશભાઈ ગાજીપરા,બિલ્ડર જસરાજભાઈ ચૌધરી તેમજ ક્રેડાઈ ગુજરાતના ડાયરેક્ટર વી.કે. પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.આ ઉપરાંત મુખ્ય દાતાઓમાં કુશલભાઈ બારોટ, પ્રહલાદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, જપન પટેલ તેમજ જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર, સામવેદ ગ્રુપના ચેરમેન માધુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પટેલ અને ભામાશા બળદેવલાલ પટેલ સહિત અનેક દાનવીરો ઉપસ્થિત રહ્યા હતા.K પ્રસંગ દરમિયાન આનંદબા અને ટીંટોદણ વૃદ્ધાશ્રમના વડીલો તેમજ મહેમાનો દ્વારા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક તેમજ આનંદમય માહોલમાં સંપન્ન થયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર કૌશિક પટેલ અને તેમની ટીમ દ્વારા નોંધપાત્ર મહેનત કરવામાં આવી હતી. સમાજમાં અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓને સન્માન સાથે વિવાહિત જીવનમાં પ્રવેશ અપાવવાનો આ પ્રયાસ સૌ દ્વારા વખાણવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!